આગ પાણીમાં તે લગાડી છે
આગ પાણીમાં તે લગાડી છે,
લાગણી ખૂબ તે દઝાડી છે.
ત્યાં,પુરાવો હતો ધુમાડાનો,
ને હવાને દિશા બતાડી છે.
એટલે હું જીવંત લાગું છું,
જીંદગી ગઝલોએ જીવાડી છે.
એ જ હિસ્સો મને પીડા દે છે,
ત્યાં જ તે આંગળી અડાડી છે.
દર્દ,દીવાનગી, દવા ને તું,
ઇશ્ક તે તો મજા બગાડી છે.