હળવું દફતર – Hadvu Daftar

સાવ હળવું મારુ દફતર કર ને ઈશ્વર,
ભાર વિનાનું જ ભણતર કર ને ઈશ્વર.

જાદુ મંતર આવડે સઘળા તને તો!
દૂર આજે મારુ નડતર કર ને ઈશ્વર.

મોમને પાપ્પા લડે ત્યારે ગમેના,
સંપ રાખે એવુ ઘડતર કર ને ઈશ્વર.

મોય દાંડિયો અને ક્રિકેટ જામે,
પણ બધાનું ખાતું સરભર કર ને ઈશ્વર.

આટલો લાંબો પિરીયડ ના ગમે હો,
બેલ વાગે એવુ જંતર કર ને ઈશ્વર.

Dr. Paresh Solanki

Dr. Paresh Solanki is a Writer, Poet & Doctor from Bhavnagar Gujarat. He is active in Gujarati poetry scene since many years.