ના કહી શક્યો

મૃગજળની મુગ્ધતાને ભરમ, ના કહી શક્યો,
હું શબનમી પ્રણયની નઝમ, ના કહી શક્યો.

હું સાંભળી ગયો તો પીડાના અવાજને,
અફસોસ કે તું એક હરફ, ના કહી શક્યો.

આસું વહાવવાની મના કયાં હતી અહીં,
તું પી ગયો ડૂમાને દરદ, ના કહીં શક્યો.

ચોળી હતી લહેરથી ફાકી મે ફિક્ર ની,
લાગી હતી તનેય તલબ, ના કહી શક્યો.

ધુમમ્સ ભરેલ સાંજમાં થોડો ઉજાસ છે,
ઓજલ થતા દ્રશ્યોનો સમય, ના કહી શક્યો.

Dr. Paresh Solanki

Dr. Paresh Solanki is a Writer, Poet & Doctor from Bhavnagar Gujarat. He is active in Gujarati poetry scene since many years.