સબંધો હોય છે – Sambandho Hoy Chhe

હાથ પકડોને વછૂટે,કૈંક એવા પણ સબંધો હોય છે,
ટેરવાને આંખ ફૂંટે,કૈંક એવા પણ સબંધો હોય છે.

કોઈ ફક્કડ,બાદબાકીના ય સરવાળા ગણેને,લાગણી-
એકડાની જેમ ઘૂંટે,કૈંક એવા પણ સબંધો હોય છે.

એક ઈન્તેજાર પર એ વાયદા આપ્યા કરને,પ્રેમથી-
ખાલીપાને ખૂબ લૂંટે,કૈંક એવા પણ સબંધો હોય છે.

બાગમાં બદનામછે વર્તન પતંગાનું છતાં એ બેફિકર,
ફૂલ ખુલ્લેઆમ ચૂંટે,કૈંક એવા પણ સબંધો હોય છે.

સાંજપડતા સાદપાડી દોસ્તદિલમાં છેક આવીજાય છે
ના મળેતો બહુજ ખૂંટે,કૈંક એવા પણ સબંધો હોય છે.

Dr. Paresh Solanki

Dr. Paresh Solanki is a Writer, Poet & Doctor from Bhavnagar Gujarat. He is active in Gujarati poetry scene since many years.