મધર્સ ડે ની અનેરી ઉજવી એટલે મા પર્વ
માતાએ શબ્દ નહીં પણ શબ્દતીર્થ છે. માતા જેવો પવિત્ર અને મીઠો શબ્દ બીજો કોઈ નથી. માતા વિના કોઈનું અસ્તિત્વ નથી કે માતા વિના કોઈની ઓળખ નથી.અરે, માતાનું શરણ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનો અંત. આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મા એ આપણી જીવનદોરી છે. આપણે તો રોજ મધર્સ ડે ઉજવવો જોઈએ. આપણી માતા તો આપણી સાથે જ રહે છે. આપણે તો મા પર્વ મનાવવો જોઈએ.
અંજારની ગીવ વાચા ફાઉન્ડેશન સંસ્થાએ મા પર્વનો પ્રારંભ કરેલ છે. આ સંસ્થાએ ડૉ. કૃપેશના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ અનુસાર સતત એક મહિના સુધી માતાના અગિયાર સ્વરૂપો જેમકે માતા, ગીતા માતા, ગૌ માતા તુલસી માતા, માતૃભાષા, શિક્ષિકા માતૃભૂમિ, ભારત માતા, લોક્માતા (નદી), પૃથ્વીમાતા, દેવીમાતા જે આપણી માતા છે જેનું ઋણ કદી ચૂકવી શકીએ તેમ નથી માટે સૌ એ આ મા પર્વની ઉજવણી કરવી જોઈએ. આ રૂડો અવસર મળેલ છે તેને બિરદાવવું જોઈએ.
ખરેખર, અંજારની ગીવ વાચા ફાઉન્ડેશન સંસ્થાનું મા પર્વનું કામ સરાહનીય છે. જે આપણી આવનારી પેઢી માટે ઉપયોગી છે. સંસ્કારને ઉજાગર કરવાનું કાર્ય કરે છે. આ મા પર્વનો મુખ્ય ઉદ્દેશ છે આપણે આપણી જૂની પરંપરાઓ, રીતરિવાજોને અપનાવીએ. પ્રકૃતિને જાળવીએ તેમજ વેદો તરફ પાછા ફરીએ એ આ સંસ્થાનો ઉદ્દેશ છે. એમાં પણ આપણે સૌ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીએ. આપણી આ ૧૧ માતાઓ આપણને જીવનમાં એટલી બધી ઉપયોગી છે કે જેનું મૂલ્ય જ ન આંકી શકીએ. હાલ મોબાઈલયુગમાં બાળપણ ખોવાઈ ગયું છે માટે આપણે આ મા પર્વની ઉજવણીમાં આપણા અસ્તિત્વની આસપાસમાં, સદા આબોહવારૂપે, વાતાવરણરૂપે, જૈવિકરૂપે વગેરે આપણી સાથે જ છે માટે આપણે આપણા જીવનમાં આ ૧૧ માતાને સાચવીએ અને જતન કરીએ એ મહત્વનો ઉપદેશ છે.
આ મધર્સ ડે ને ભારતીય સંસ્કારો સાથે ઉજવવા સૌ પ્રથમ ડૉ. કૃપેશ એ આપણી માતાના નામ સાથે ઓળખાવાની પૌરાણિક પ્રથા ને અનુસરી ડૉ. કૃપેશ નયના શશીકાંત તરીકે એમ માતા અને પિતાના નામ સાથે સામાજિક સંસ્કૃતિક પ્રવૃતિઓ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા અને સૌને પ્રેરીત કર્યા. મા પર્વ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ માતા પિતાના નામ સાથે કૃતજ્ઞતા અર્પિત કરે છે. આ ઉત્સવમાં પર્વ ફ્યુઝન બેન્ડ ના કલાકારો વિશ્વ નો યંગેસ્ટ સિંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ઓથર વાચા ઠક્કર આ બન્ને બાળકો ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઘર ઘર ગૂંજે ગીતા દ્વારા ગીતાના પ્રચાર અને પ્રસાર કરવાના પ્રયાસો આદરી આદર્શ બાળકો તરીકે પ્રેરણા સ્તોત્ર બન્યા છે. તો આયુર્વેદ વિશેષજ્ઞ ડૉ. પૂજા ઠક્કર ગર્ભસંસ્કાર ની જાગૃતતા થકી યોગદાન આપી રહ્યા છે.
ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કે જેણે ૧૮ જેટલી સુપર હિટ અર્બન ગુજરાતી ફિલ્મોનું મ્યુઝીક લોન્ચ કર્યું છે તેણે મા પર્વ ના થીમ સોંગ લવ યુ મા, તું છે ઓ મા, ધન્ય ધરા ગૂજરાતની, ઐ વતન વંદે માતરમ્, હૈ નમન અને યત્ર નર્યસ્તુ પુજ્યંતે ગીત વિશ્વભરમાં નિશુલ્ક લોંચ કર્યું છે તો કૃપ ફિલ્મસ્ એ મા પર્વ પર ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી છે.
આ ઉત્સવ અંતર્ગત થયેલા કાર્યક્રમો નું સફળ સંચાલન ડો. કૃપેશ અને અંજલી સેવક એ સંભાળ્યું છે અને શબ્દો ના શણગાર વડે કાર્યક્રમો ની શોભામાં અભિવૃદ્ધિ કરેલી છે.
ખરેખર આ મા પર્વની ઉજવણી એક બાળકને મહાનતા તરફ લઈ જાય છે. આ સંસ્થા પ્રોત્સાહન અને પ્રેરણા અવિરત મળતી રહે તેવી આ આહલાદ્ક ઉજવણી છે. જેમ ઉપવન ગુલાબના ફૂલોથી શોભી ઉઠે છે તેમ જો આ બાળકને ૧૧ માતાની પર્વની ઉજવણીના માધ્યમમાં સામેલ કરવામાં આવે તો બાળક પણ ગુલાબની જેમ સંસ્કારોથી દીપી ઉઠશે. સુંદર કાર્ય કરવા પ્રેરાશે.
માતાથી મોટો કોઈ નહીં જડધર કે જગદીશ,
સૌ કોઈ નમાવે શીશ,
સૌ સંગાથે અંજાર ગીર વાચા ફાઉન્ડેશન સંસ્થાનો વૈશ્વિક ઉજાગર મા પર્વને વધાવીએ
Article By : આરતી પરિતોષ જોષી – GLCC Member ભુજ
