અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ


પુસ્તક પરિચય

જ્યારે મનમાં દ્રઢ વિશ્વાસ હોય, ભગવાન પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જ્ઞાન આત્મસાત થયેલો હોય ત્યારે જીવનમાં આવેલી આફત પણ અવસર બની જાય છે અને પંગુતામાં પણ પરિવર્તન દેખાય છે. ‘અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ’ પુસ્તકમાં આવી જ સંઘર્ષથી સફળતા સુધીની યાત્રા જાણીતા લેખક ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આલેખવામાં આવી છે. આ પુસ્તકમાં લોકોને પ્રેરણા આપવાના ઉદેશ્યથી લેખકના મનમાં રહેલો અર્જુન સ્વયં સત્ય ઘટનાઓ પર પ્રકાશ પાડતા પર્વ ઠક્કર ના ક્લબફૂટ વોરિયર થી ગ્લોબલ એમ્બેસેડર બનવા સુધીનો વૃતાંત કહે છે. જેમાં તે ક્લબફૂટ સામેના યુદ્ધમાં શ્રીમદ ભગવદ્ ગીતા ના જ્ઞાનને આધારે મળેલી વિજયની વાત કરે છે. આ પુસ્તક ‘સંઘર્ષ થી સફળતા’ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે.

ક્લબફૂટ નામની જન્મજાત બીમારીથી અસરગ્રસ્ત બાળ પર્વના જન્મ સાથે જ સમાજમાં જનજાગૃતિ લાવવા તબીબ માતા-પિતા ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ અભિયાન ની પહેલ આરંભી. જેમાં સંગીત, કલા, અને ગૂંજે ગીતા થકી અથાહ મનોબળ સાથે બાળ પર્વ જોડાયો અને વિશ્વનો યંગેસ્ટ સિંગર બની, અસંખ્ય દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાસ્તોત્ર બન્યો. સૌથી નાના ગાયક અને અદાકાર રૂપે તેણે જનજાગૃતિની આ પહેલમાં ગ્લોબલ ઍમ્બેસેડર તરીકે ભૂમિકા ભજવીને માતા પિતા અને સમગ્ર પરિવાર ના સંસ્કારો થકી શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગ અને ભક્તિયોગ ના માર્ગે ચાલી સમાજને અપંગતાથી ઉપર ઉઠી પરિવર્તન સુધી પહોંચવા આશાની કિરણ આપી. સમાજમાં સંઘર્ષ કરતાં બાળકો અને યુવાઓને જીવનમાં આવતા અવરોધો અને વિવિધ પડાવો પાર કરવા પ્રોત્સાહન મળે, એ ઉદેશ્યથી બાળ પર્વની આ પંગુતા થી પ્રેરણાસ્તોત્ર બનવા સુધીની સાત વર્ષની યાત્રાને ‘અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ’ પુસ્તકમાં વર્ણવામાં આવી છે. ક્લબફૂટ વોરિયરની આ પ્રેરક યાત્રામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામ ચરિત માનસની પ્રભાવશાળી ઘટનાઓને પણ સુંદર રીતે વણાયેલી છે.

NANAKDA PAGLA BHARE HARANFAD BOOK COVER

પુસ્તકની વિગત

શીર્ષકઅર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ
લેખકડૉ. કૃપેશ ઠક્કર
પ્રકાશન વર્ષ૩ જૂન, ૨૦૨૪
પાત્રોઅર્જુન, પર્વ ઠક્કર, ડૉ. કૃપેશ, ડૉ. પૂજા, વાચા ઠક્કર
ભાષાગુજરાતી
શ્રેણીજીવન ચરિત્ર, પ્રેરણાત્મક કથા
પ્રકાશન સંસ્થા કૃપ પબ્લિશિંગ
બ્રાન્ડિંગ પાર્ટનર Esy ID ગુજરાતી, ગુજરાતી મિજાજ
લેખકના અન્ય પુસ્તકોઅર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યાં છે કાનો? લિરિક બુક, અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અધૂરા પ્રેમની કહાની, ના હુએ જુદા, અર્જુન ઉવાચ: માં જા અગિયાર રૂપ
અર્જુન ઉવાચ: નાનકડા પગલાં ભરે હરણફાળ પુસ્તકની વિગત