‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું ગુરૂનાનક જયંતિએ ગાંધીધામ ખાતે થયું લોકાર્પણ

ગાંધીધામ તા. 8-11-2022 ગુરૂનાનક જયંતિ નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘સતનામ વાહેગુરૂ મંત્ર’ આલ્બમ ગાંધીધામ ગુરૂદ્વારા ખાતે લોંચ કરાયું.

પાંચ વર્ષ પહેલા પણ આ સંસ્થા દ્વારા ગુરૂ નાનક જયંતિ ના દિવસે  ધુન અને ફિલ્મ રજુ કરી હતી જેને ભવ્ય સફળતા અને બહોળા પ્રમાણમાં લોકચાહના મળી હતી. આ વખતે કલાકારોની આ ત્રિપુટીએ ફરી એકવાર આવાહન કર્યું છે. વિશ્વનો યંગેસ્ટ સિંગર અને ક્લબ ફૂટ વોરિયર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, ઝળહળતી બાળ ગાઈકા દસ વર્ષિય વાચા ઠક્કર અને ગીતકાર, સંગીતકાર ડો. કૃપેશે આ ગીતમાં પોતાના સ્વરોના સૂરો રેલાવ્યા છે.

‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું લોકાર્પણ
બાળ કલાકારોનું સન્માન
પર્વ ફ્યૂઝન બેન્ડ દ્વારા સતનામ મંત્રની એક ઝલક

આ ગીત નું લોન્ચિગ ગુરુ નાનક જયંતીના પ્રસંગે ગાંધીધામ ના ગુરૂદ્વારા ના સેક્રેટરી સતપાલ સિંઘ, અમૃતસરના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ અને કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા વાઈસ પ્રેસિડન્ટ ગુરદિપ સિંઘ અને રાજેશ ઈશરાનીએ બાળ કલાકારોનું સન્માન પણ કર્યું હતું.

આ પ્રસંગે આ કલાકારોના પર્વ ફ્યૂઝન બેન્ડે સતનામ મંત્રની એક ઝલક પણ પ્રસ્તુત પણ કરી હતી. આ મંત્ર કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ભરમાં યૂટ્યુબ તથા સો થી પણ વધારે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું.