News

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ

અંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે. આ માસ દરમિયાન આ સંસ્થાઓ વિવિધ સામાજિક અને સંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ના સંદેશ ને વિશ્વ ના ખૂણે-ખૂણે પહોંચાડવા નો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃપ મ્યુઝિક સંસ્થા એ “ગીતા જયંતી પર્વ” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોસિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતા ના સંદેશ ને લઇ જવા ની સેવા આપી છે.

આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.

ગીતા જયંતી પર્વ ૨૦૨૨ ના ઇન્દ્રધનુષી સાત કાર્યક્રમો

આ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” ના ઇન્દ્રધનુષી સાત કાર્યક્રમો આ મુજબ છે.

  1. “ગુંજે ગીતા” કાર્યક્રમ: આ કાર્યક્રમ માં યંગેસ્ટ સિંગર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, દસ વર્ષિય વાચા ઠક્કર અને ડો. કૃપેશના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ગિટાર પર ભગવદ ગીતા અધ્યાય નું પઠન વિવિધ સંસ્થાઓ, શાળાઓ, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમો ખાતે કરવામાં આવી રહ્યું છે.
  2. “કૃપ ટોક્સ” કાર્યક્રમ: આ કાર્યક્રમ માં વિવિધ વક્તાઓ અને કવિઓ દ્વારા ભગવદ ગીતા અને કૃષ્ણ ભક્તિ ની રચનાઓ રજુ કરવા માં આવશે.
  3. “ગીતા જયંતી બૂક”: આ માસ દરમિયાન ગુજરાત અને વિશ્વભર માં વસતા કૃષ્ણપ્રેમી કવિઓની આ પ્રસંગ ને અનુરૂપ એક એક રચના લઈ, સંકલિત કરી અને ગીતા જયંતી ના દિવસે ગીવ વાચા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માં આવશે. ૭૦ થી પણ વધુ કવિઓ એ પોતાની રચનાઓ વિનામૂલ્યે આ કાર્ય માં અર્પિત કરી પોતાની કલા થકી આ પર્વ માં જોડાયા છે. આ ઉપરાંત ડૉ. કૃપેશ ઠક્કર ના ભગવદ ગીતા આધારિત પુસ્તક અને કાવ્ય સંગ્રહ નું તેમજ ૧૦ વર્ષીય વાચા ઠક્કર ના બાળકો માટેના પુસ્તક નું પણ લોકાર્પણ ગીતા જયંતી ના દિવસે કરવામાં આવશે.
  4. “કૃષ્ણ ભક્તિ ગીતો”: આ માસ દરમિયાન ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કૃષ્ણ ભક્તિ ના ગીતો રજુ કરવા માં આવશે. જે વિવિધ મ્યુઝિક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર કૃપ મ્યુસિક થકી લોન્ચ કરવા માં આવશે. આ ગીત માં પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ગાયક તરીકે પોતીની કલા નું દાન કરશે.
  5. “ઘર ઘર ગૂંજે ગીતા”: આ કાર્યક્રમ માં વિશ્વમાં વસતા ગીતાપ્રેમી ભક્તો ડીજીટલી ગીતા ના શ્લોકો નું પઠન કરી, મોબાઈલ થી શૂટ કરી જોડાઈ રહ્યા છે. તેમના આ વિડિઓ કૃપ મ્યુઝિક થકી લોકો સુધી પોહચી રહ્યા છે. આમ વધુ ને વધુ ઘર સુધીં ગીતા લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
  6. “ઓપન બૂક ગીતા પરીક્ષા”: આ પર્વ ના ભાગ રૂપે ગીતા જયંતી ના દિવસે ગાંધીધામ ખાતે ઓપન બૂક ગીતા પરીક્ષા નું આયોજન કરવા માં આવ્યું છે. જેમાં પરીક્ષા આપનાર દરેક વ્યક્તિ ને ભગવદ ગીતા બૂક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
  7. “ગીતા જયંતી ઉત્સવ”: ૩ ડીસેમ્બર ગીતા જયંતી ના દિવસે આદિપુર કચ્છ ખાતે સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગીતા જયંતી પર્વ નું સમાપન કરવામાં આવશે. જેમાં વિવિધ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને સાહિત્ય થકી ભગવદ ગીતા નું મહિમા ગાન કરવામાં આવશે.

આ કાર્યક્રમ થકી નવજાત શિશુ માં થતી ક્લબફૂટ નામ ની બીમારી વિષે લોકો ને અવગત કરવાનું ભગીરથ કાર્ય “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” ના ભારત ના પ્રતિનિધિ પર્વ ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે આ કાર્ય માટે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ ગીતા માટેનો એમનો અનન્ય પ્રેમ પ્રેરણારૂપ બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વના સૌથી લાંબા ગીતા જયંતી પર્વ ની પરિકલ્પના અને આયોજન ઈશ્વર કૃપાથી તેમના થકી થઇ રહ્યું છે અને આ પ્રયાસ ને તેમણે પ્રભુ ચરણોમાં અર્પણ કર્યું છે. આ સાથે જ આ ભગીરથ કાર્ય માં કોઈ પણ અપેક્ષા વિના મદદ કરતા કૃષ્ણ ભક્તો નો તેમણે અંતઃકરણ થી આભાર વ્યક્ત કર્યું.

ઓપન બૂક ગીતા પરીક્ષા માં ભાગ લેવા: અહી ક્લિક કરો

આયોજનમાં સમય ની સેવા આપવા: અહી ક્લિક કરો

ગીતા જયંતી બૂક માં આપની કૃતિ મોકલવા: અહી ક્લિક કરો

ઘર ઘર ગૂંજે ગીતા તથા કૃપ ટોક્સ માં ભાગ લેવા: અહી ક્લિક કરો

આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા લોકો https://GiveVacha.org તથા https://KrupMusic.com પર વધુ માહિતી મેળવી શકે છે.