કોરોનાને હરાવવાના સુંદર સંદેશ સાથે કચ્છી કલાકારોનું ગીત: રામ રાખે તેમ રહીએ
કોરોના ના આ કપરા સમય માં પરિવાર સાથે રહી પ્રભુને ભજો અને સ્વાસ્થય નું ધ્યાન રાખો એવા સંદેશ સાથે ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક ની સંગીતમય રજૂઆત. આ રામ નવમી ના અવસર નિમિતે અંજાર – કચ્છની સંસ્થા ગીવ વાચા ના બાળ કલાકારો પર્વ ઠક્કર (૩.૫ વર્ષ) અને વાચા ઠક્કર (૮ વર્ષ) એ મીરાંબાઈ નું ભાવભર્યું ભજન “રામ રાખે તેમ રહીએ” રજૂ કર્યું . મીરાંબાઈ ના આ પ્રખ્યાત ભજન નું સંગીત ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે. અભિનય માં ડૉ. પૂજા ઠક્કર એ પણ સાથ આપ્યો. જ્યારે વિડિયો શૂટિંગ વાંઢાઈ ના પ્રખ્યાત રામ મંદિર તેમજ કચ્છ ના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. ગીત ના વિડિયો વિષે વાત કરતાં સંગીતકાર ડૉ. કૃપેશ એ જણાવ્યું કે જ્યારે પરિવાર સાથે મળી ને સત્સંગ અને પ્રભુ ધ્યાન માં જોડાય તો હાલ ચાલી રહેલા કોરોના ના ભય ના માહોલ માં પણ સ્વસ્થ રહી શકે છે. મીરાંબાઈ ના શબ્દો હાલના જીવન માં પણ એટલા જ અસરકારક છે અને લોકો ને પ્રેરણા નું કિરણ દેખાડે છે. એક જ પરિવાર ના સભ્યો એ સાથે મળી આ આખું ગીત તૈયાર કરી લોકો સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે બધા જ કલાકારો એ આ ગીત માટે સંસ્થા ને સેવા રૂપે પોતાની કળા દ્વારા યોગદાન આપ્યું છે.
પર્વ અને વાચા યુવા અમ્બેસેડર તરીકે આ પહેલા પણ સંસ્થા ના “મંગલ ભવન – રામ ધૂન” ગીતમાં અવાજ અને અભિનય નું નિશુક્લ યોગદાન આપ્યું છે. તે ગીત 2 કરોડ થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે.