ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત
હાલમાં જ તારીખ 3-11-2022 ના રોજ ગીતા જયંતિ નિમિતે અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવસીય ‘ગીતા જયંતિ પર્વ-૨૦૨૨’ નું સમાપન ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું. તા. 3 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીના આ પર્વ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા; જેમાં ગુંજે ગીતા સંગીત કાર્યક્રમ, ગીતા શ્લોક પઠન, ઓપન બુક ગીતા પરિક્ષા, કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ, ક્યાં છે કાનો, શબ્દ વંદના, ગીવ વાચા એવોર્ડસ, તેમજ બાળ કવિ સંમેલન કાર્યક્રમનો સમાવેશ થયો. આ કાર્યક્રમોમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી લોકો જોડાયા. આ પર્વમાં વિશ્વના દરેક ગીતા-પ્રેમી વ્યક્તિઓ, ગીતકારો, સંગીતકારો, ગાયકો, નર્તકો, સાહિત્યકારો, વક્તાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કૃપ મ્યુઝિક સંસ્થાએ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતાના સંદેશને લઇ જવાની સેવા આપી છે.

ગીતા જયંતિના રોજ ‘ઓપન બુક ગીતા પરિક્ષા’ નું એક વિશિષ્ટ આયોજન આદિપુર પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું. જેમાં સમગ્ર કચ્છના 14 વર્ષ થી 64 વર્ષના 50 થી પણ વધારે ભગવદ ગીતા-પ્રેમી શિષ્યોએ પરિક્ષા આપી. આ પરિક્ષા માટે સંજયભાઈ ઠક્કર, હનિશભાઈ ઠક્કર, રમેશ ત્રિવેદી અને કરણ ઠક્કરે સેવા આપી.
‘ગીતા જયંતિ પર્વ’ નો મુખ્ય કાર્યક્રમ ‘કૃષ્ણ: ડો. કૃપેશની નજરે’ પણ તારીખ 3-12-2022 ના પ્રભુદર્શન મધ્યે યોજવામાં આવ્યું. જેમાં શબ્દ વંદના પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ પુસ્તકો ‘સનાતન વર્ડ સર્ચ’, ‘બંસરીનાદ’ તેમજ ‘અર્જુન ઉવાચ: ધ સ્પીરીચ્યુલ યાત્રા’ નું વિમોચન આમંત્રિત અતિથિ-વિશેષ શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ, ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કથાકાર શ્રી દેવેન્દ્રભાઈ પાઠક, ગિવ વાચા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માણી, પ્રવિણાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા કવિશ્રી વિનોદભાઈ માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યું.
સૌથી નાની ગાયક-અદાકારા દસ વર્ષિય વાચા ઠક્કર એ પોતાનું પ્રથમ પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ પ્રકાશિત કરીને સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કર્યું. આ સાથે જ ગુજરાતના 72 કૃષ્ણ ભક્તોની 72 અદ્ભુત રરનાઓનો સંકલન કરી ‘બંસરીનાદ’ કાવ્યસંગ્રહ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. ડો. કૃપેશે પોતાના સ્વાનુભવની અધ્યાત્મિક યાત્રા આલેખતું પુસ્તક ‘અર્જુન ઉવાચ: ધ સ્પીરીચ્યુલ યાત્રા’ નું લોકાર્પણ કર્યું. અર્જુન ઉવાચ પુસ્તક તો ડિજિટલ લોન્ચના ગણતરીના કલાકોમાં જ એમોઝોન કિંડલની ભગવદ્ ગીતા, ગુજરાતી ઈ-બુક તેમજ અધ્યાત્મિક પુસ્તકની શ્રેણીમાં પ્રથમ ક્રમે બેસ્ટસેલર બુક તરીકે સ્થાન પામ્યું. ‘બંસરીનાદ’ પુસ્તક માટે સાહિત્યકારો ડો. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, શ્રી ગૌતમ જોશી, શ્રી દિપકપૂરી ‘દર્દેદિલ’, તથા પૂજાબેન ગઢવી ‘મંથના’ એ જહેમત ઉઠાવી.



પુસ્તકોના વિમોચન બાદ કચ્છમાં સૌ પ્રથમ વખત ‘બાળ કવિ સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાચા ઠક્કર, ધ્વની ઠક્કર, રિત્વી માણેક, રીદિત માણેક, નિવા રાજ્યગુરુ તથા પર્વ ઠક્કર જેવા બાળ કવિઓ એ કૃષ્ણ ભક્તિની રચનાઓ રજુ કરી.



‘કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ’ તથા ‘કૃષ્ણ: ડો. કૃપેશની નજરે’ કાર્યક્રમમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સિંગર અને ક્લબ ફૂટ વોરિયર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, દસ વર્ષિય વાચા ઠક્કર અને ગીતકાર-સંગીતકાર-ગાયક ડો. કૃપેશ ઠક્કર દ્વારા “ગુંજે ગીતા” સંગીત કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યું. ભુજના અપ્સરા ડાન્સ એકાદમીની નૃત્યાંગનાઓ એ ડૉ. કૃપેશ ના “ક્યાં છે કાનો?” આલ્બમ ગીતો પર નૃત્યો રજુ કર્યાં. જેમાં કૃપ મ્યુસિક દ્વારા આયોજિત નચ-લે નૃત્ય સ્પર્ધાની વિજેતા પર્લ અનમ એ પોતાની કલા થકી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. વૈશાલી જેઠીના માર્ગદર્શન હેઠળ આ નૃત્યો રજુ કરવામાં આવ્યા. ડૉ. પૂજા ઠક્કર દ્વારા “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટના કર્યો વિષે લોકોને સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન ક્રિષ્ના ગોરખા, પાયલ મેઘાણી, અંજલી સેવક, અમૃતભાઈ ‘સ્પંદન’, મેહુલભાઈ ઠક્કર, જગદીશભાઈ મહેશ્વરી અને કલરવભાઈ રાઠોડ એ પરિપૂર્ણ ક્રયું હતું. એક માસ ચાલેલા આ પર્વને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધું.


