Kutchi Mijaaj Diaries

Kutchi Mijaaj Diaries

શ્રીમતી દિવ્યાબેન દેઢિયાનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

‘કચ્છી મિજાજ’ એવું નામ સાંભળી કચ્છી માડુ બે ગજ ઉપર ચાલવા માંડે. આપે ધર્મની સાથે કચ્છી બોલી તેમજ કચ્છીઓ માટે પણ કંઈક કરી છુટવા માટે જે હવન આદર્યું છે, એ હવનના સુગંધિત દ્રવ્યોની સુવાસ લગભગ બધા જ ખૂણે પ્રસરી ચૂકી છે અને એ સુવાસને ઝીલી બધા જ સાહિત્યકારો કે ભાષાવિદો આપની સાથે છે. એ ખરેખર સોનામાં સુગંધ છે. આપના આ ‘દિવ્ય’ કાર્યને વધાવી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Read More
Kutchi Mijaaj Diaries

શ્રી લોહાણા મહાપરિષદનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

કચ્છની ધરતીની ખુમારી અને મિજાજની એક આગવી ઓળખ છે. મરુભૂમિનો આ પ્રદેશ, એક સમયે પીવાના પાણી માટે વલખાં મારતો આ પ્રદેશ, પણ માનવી માત્ર ખૂબ જ પાણીવાળા. કચ્છ પાસે પોતાની આગવી બોલી છે, પણ લીપી નથી; છતાં તેનું સાહિત્ય ખૂબ જ અસરકારક છે. મેકણ દાદા, મતિયા દેવથી માંડીને દુલેરાય કારાણી અને અનેક નામી અનામી સાહિત્યકારોએ કચ્છી સાહિત્યની એક આગવી ઓળખ ઊભી કરી છે. વિદેશની ધરતી પર મેડિકલની પ્રેક્ટીસ છોડીને આપ બંને ડોકટર પતિ-પત્ની માતૃભૂમિ અને માતૃભાષાની સેવા અને સંગીતની સાધના કરવા કચ્છની ધરતી પર ધૂણી ધખાવીને બેઠા છો, તેમજ નવી પેઢીને પણ એ માર્ગે દોરી રહ્યા છો. કચ્છી સાહિત્યની વિશ્વને વ્યાપક ઓળખ થાય તે માટે આપે “કચ્છી મિજાજ”, સૌથી મોટા કચ્છી સાહિત્ય અને સંગીત પર્વનું જે આયોજન કર્યું છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપના આ પ્રયત્નો થકી નવી પેઢીને પોતાની માતૃભાષાની ગરીમાની એક આગવી ઓળખ મળશે અને વિશ્વભરમાં વસતા કચ્છી લોકો સાહિત્ય અને સંગીતના તાંતણે બંધાશે.

Read More
Kutchi Mijaaj Diaries

શ્રીમતી અરુણાબેન ઠક્કરનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

કૃપેશભાઈ,

આપનો રચનાત્મક, સર્જનાત્મક, ભાવક અભિગમ આપને સતત કંઈક કરતા રહેવા પ્રેરિત કરે છે, એ આપની વર્તમાન કારકીર્દિ સાબિત કરે છે. ગીતાના જ્ઞાનને અને ગાનને સતત વહેતા રાખવા, સાહિત્યની અને સંગીતની દુનિયાને નિખારવા આપે જે-જે સાહિત્ય ગ્રુપની રચના કરી છે તે બાખૂબી પોતાની જવાબદારી સમજીને
કાર્યો કરી રહ્યા છે. એવામાં આ કચ્છી મિજાજ…. કચ્છડો બારે માસ…નું ધીંગું પ્રતિક બની રહેશે. ખૂબ ખૂબ સરસ આયોજન. આ સાહિત્ય સંગીત પર્વના આ દિવસો, કચ્છી અને કચ્છીયત માટે અવિસ્મરણીય બની રહે એવી શુભેચ્છાઓ. કૃપ મ્યુઝિક, ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ સાથે મળીને કાર્યરત છે. એમાં હવે વિવિધ સંસ્થાઓ, વિશેષ વ્યક્તિઓ, જાનદાર અભિવ્યક્તિ લઈને જોડાયા છે, ત્યારે કચ્છીઓ આવા ભરપૂર કાર્યક્રમો માટે, આંખે નેજવું માંડી એને વધાવવા, એના ઓવારણાં લેવા આતુર છે….
હાર્દિક શુભેચ્છાઓ

શ્રીમતી અરુણા ઠક્કર ‘માધવી’
ભુજ, કચ્છ

Read More
Kutchi Mijaaj Diaries

ડૉ. રમેશ ભટ્ટ સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

આ સંસ્થાના પ્રેરક કાર્યક્રમોમાં પ્રત્યક્ષ રીતે સક્રિય રહેવાની તક વારંવાર મળી છે. શિક્ષિત તબીબ દંપતી ડૉ. કૃપેશ ઠક્કર તેમજ અ.સૌ.ચિ. ડૉ. પૂજાબેન ઠક્કર તથા એમનાં માતા-પિતા દૃષ્ટિ સમ્પન્ન વડીલોની દેખરેખ હેઠળ કળાક્ષેત્રે અગ્રણી સંલગ્ન કંપનીઓ દ્વારા પ્રાયોજીત કાર્યક્રમોમાં સમગ્ર માનવજાતિના વિકાસની મહેક છે. ‘કચ્છી મિજાજ’ શ્રેણીના કાર્યક્રમો કચ્છી ભાષા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરશે એમાં બે મત નથી. GLCC સાથે જોડાયેલા રહેવાનું ગૌરવ આ તબીબ પરિવારે મને સગૌરવ પ્રદાન કરેલ છે. યોજાઈ રહેલા ‘કચ્છી મિજાજ’ કાર્યક્રમને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યક્રમોની શૃંખલા કચ્છી ભાષા, સાહિત્ય, કળા અને સેવા માટે અવિસ્મરણીય સંભારણું બની રહે તે માટે મારા તન, મન, ધનથી સહકાર આપવાની તમન્ના ઘોષિત કરું છું. ‘ગિવ વાચા ફાઉન્ડેશનની યશોગાથા યુગોપર્યંત કળાજગતમાં જનગણમન સૂધી ગવાતી રહે એવાં અંત: કરણનાં આશિષ પાઠવું છું.

Read More
Kutchi Mijaaj Diaries

Dr. Shashikant Thacker’s Kutchi Mijaaj I Kutchi Mijaaj Diaries

‘Kutchi Mijaaj: Kutchi Literature & Music Festival’ is an opportunity to celebrate the rich culture, music and literature of Kutch along with modern music. It is a platform for writers, poets, musicians, and literary enthusiasts to come together and exchange ideas, showcase their work, and learn from each other. In addition to showcasing the talents of emerging Kutchi artists, the festival also features performances and workshops by established musicians, artists, and writers from the region. The festival also provides a space for attendees to connect with one another and build community. Whether you’re a lifelong Kutchi author, poet, speaker, artist, or someone looking to learn more about the language and culture, and willing to grow, you’ll find a warm welcoming, and inclusive environment at this Literature & Music festival. I wholeheartedly invite the Kutchi community worldwide to celebrate our language, culture, music, and literature.

Read More
Kutchi Mijaaj Diaries

શ્રી ગૌતમ જોશી સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

સવિનય આપનાં વિચાર ‘વિશ્વ કચ્છી લિટરેચર ફેસ્ટીવલ’ “કચ્છી મિજાજ” ને આવકાર સાથે અભિનંદન… આ આયોજનથી આપણી કચ્છની મા બોલી “કચ્છી” વિશ્વનાં એક એક કચ્છી માડૂ સુધી પહોંચશે. વળી આપ કલા અને સાહિત્યનાં સમન્વય સાથે કચ્છી ભાષા માટે વિચારીયું છે. ત્યારે દાદા મેંકણ, મામૈઇદેવ, થી લઇ આજનાં કવિઓની કલમ પ્રસાદી સમગ્ર દુનિયામાં રજુ કરી કચ્છ, કચ્છી, અને કચ્છીયતની ઓળખ વિશ્વ વ્યાપી કરી શકશો. દુલેરાય કારાણીથી આજનાં નવોદિત લેખકની વાર્તા, નિબંધ, નવલકથા, નાટક અને વિવિધ ગદ્ય લોકભોગ્ય બનાવી શકશો. કચ્છી ભાષાને, તેનાં સાહિત્યને એક તાંતણે બાંધવાની સમયની માંગ છે. ત્યારે આપની સંસ્થાને આવો ઉમદા વિચાર સ્ફુરે તે કુદરતનાં સંકેત માંનું છું. આ સંકેત સંકલ્પ સાથે સિદ્ધ થાય તેવી મારી શુભેચ્છા..

Read More
Kutchi Mijaaj Diaries

ડૉ. કાન્તિ ગોર ‘કારણ’ સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

મેરુ મેરામણ અને મરુભૂમિનો પ્રદેશ કચ્છ એક પ્રદેશ વિશેષ છે. અલગ જીવન પરંપરા. વિશિષ્ટ સંસ્કૃતિ અને અનેક ભૌગોલિક તથા શિલ્પ સ્થાપત્યની વિશેષતાઓ ધરાવતા આ પ્રદેશની વિશિષ્ટ ધરોહરને વૈશ્વિક કક્ષાએ મુકવા માટે જેટલા પ્રયત્નો થાય એટલા ઓછા છે. કારણ કે કચ્છ તો ઇતિહાસ, સંસ્કૃતિ, શિલ્પ સ્થાપત્ય ઇત્યાદિનો ખજાનો છે. ગિવ વાચા ફાઉન્ડેશન કચ્છની આ કચ્છીયતને વિશ્વસ્તરે લાવવાનો મિજાજ લઈને સક્રિય બની રહ્યું છે. આ એક ઉત્તમ ઘટના છે. આ વિચારબીજ વટવૃક્ષ બનીને મહોરી ઊઠશે ત્યારે કચ્છ અને કચ્છીયત પણ નવા રંગો પહેરીને વિશ્વના પટ પર તેજ-ઓજસથી પ્રગટી ઊઠશે. કચ્છી ભાષા એક વિશિષ્ટ ભાષા છે. દુનિયાની સર્વોત્તમ ભાષાઓ સાથે સ્પર્ધા કરી શકે એવી તાકાત કચ્છીમાં છે. એનું સાહિત્ય પણ અઢળક અને અમૂલ્ય છે. પણ વિશ્વ સામે એને મૂકવા માટેના પ્રયત્નો અને સાધનો ટાંચા પડે છે, ત્યારે કચ્છના આ મિજાજમાં પોતાનો વિશિષ્ટ મિજાજ ‘અંદાજે બયાં’ ઉમેરીને વિવિધ કાર્યક્રમો સાથે આગળ વધવા થનગની રહેલા ગિવ વાચા ફાઉન્ડેશનને શુભેચ્છાઓ આપતા હું ગૌરવની લાગણી અનુભવું છું. સૌને સાથે રાખીને આ ગિવ વાચા ફાઉન્ડેશન કચ્છ અને કરછીયતના કચ્છી મિજાજને ઉજાગર કરશે એવી શ્રદ્ધા સાથે એમને ધન્યવાદ આપું છું.

Read More
Kutchi Mijaaj Diaries

શ્રી કૃષ્ણકાંત ભાટિયા સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

કચ્છીઓનો મિજાજ અલગ છે.. અંદાજ અલગ છે. એની તાસીર સ્પર્શમય અને સંવેદનાથી ભરેલી છે. કોઈ પણ ઉત્સવ એના માટે ખુશીઓને લહેરવાનો અવસર બની રહે છે. ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ કચ્છ માટે આજે ‘કચ્છી મિજાજ’ સાથે અનોખા સાહિત્ય પર્વને વિધ વિધ રીતે ઉજવવા માટે તત્પર થઈ છે ત્યારે મારે મન અતિ આનંદ છે.. ઉલ્લાસ છે.. હૈયામાં હરખ છે. આ ઉજવણી કચ્છના સાહિત્ય, સંગીત, સંસ્કૃતિને ઉજાગર કરશે. શબ્દ–સૂર–દ્રશ્યનો અદભુત સંગમ રચાશે. ‘સફેદ રણ’.. ‘ભૂજિયો’.. ‘હમીરસર’.. દાદા મેકરણના અલખના નાદ સાથે આ ઉત્સવના ઓવારણાં લેશે. આ અવસરે હું આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વધાઈ આપું છું અને સફળતા મળે તે માટે પ્રાર્થના કરું છું.

Read More
Kutchi Mijaaj Diaries

મસ્કત ગુજરાતી સમાજનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

કોઈ પણ પ્રદેશની, ત્યાંની સંસ્કૃતિની ઓળખ કરવા માત્ર સામાન્ય જ્ઞાન પૂરતું હોતું નથી. તે પ્રદેશની સભ્યતા, તેની કલા અને ત્યાંના સાહિત્યમાં જે–તે પ્રદેશની ઓળખ સમાયેલી હોય છે. કચ્છની સંસ્કૃતિ કલામ અને સાહિત્યને ઉજાગર કરવા ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા વિશ્વના સર્વે કચ્છી સાહિત્યકારો અને કલાકારોને એકત્ર કરી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એક પુસ્તક ‘કચ્છી મિજાજ પાંજો મિજાજ, કચ્છી મિજાજ’ શીર્ષક હેઠળ આગામી સમયમાં વિશ્વના સૌથી મોટા કચ્છી સાહિત્ય પર્વનું જે આયોજન કરવા જઈ રહી છે તેના માટે ટ્રસ્ટી શ્રી ડૉ. કૃપેશ અને તેમની સમગ્ર ટીમને મસ્કત ગુજરાતી સમાજ વતી અંતઃકરણ પૂર્વક શુભકામનાઓ. આપનું આ ભગીરથ કાર્ય આનંદમય રીતે સફળ થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.

Read More
Kutchi Mijaaj Diaries

શ્રી મદનકુમાર અંજારિયા સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

જેના માટે આપણને ગૌરવ તો છે, સાથે ગર્વ પણ છે, એવી આપણી કચ્છીયત, ભાષા–ગરિમા, તળપદી તાસીરને ખલક ખમ્મા ખમ્મા કરે છે… એવો ઇન્સાનિયતનો ઈલાકો કચ્છ, સરહદનો મુલક છે, અને અનહદનો ‘મુલક’ છે. ‘પ્રતાપવંતો’ ઇતિહાસ વિકાસમય વર્તમાન સાથે ભવ્ય ભાવીની છડી પોકારતા કચ્છડાની વંદના કરતો ઉત્સવ ‘કચ્છી મિજાજ’ આપણે સહિયારા ઉલ્લાસ સાથે ઉજવવા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ દ્વારા કચ્છી મિજાજ નાં ઉમંગે ઓવારણા લેવાશે…કચ્છનાં સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ અને સમાજને પરિણામલક્ષી નેમ સાથે ઉજવવાના આયોજન બદલ ધન્યવાદ અને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યને ‘સર્વનું પર્વ’ બનાવવા સંકળાઈએ એવી વિનંતી છે. કેમકે આ વ્યક્તિગત નહીં પણ અભિવ્યક્તિગત ઉપક્રમ છે. જય હો…

Read More