ડૉ. કાન્તિ ગોર ‘કારણ’ સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

મેરુ મેરામણ અને મરુભૂમિનો પ્રદેશ કચ્છ એક પ્રદેશ વિશેષ છે. અલગ જીવન પરંપરા. વિશિષ્ટ સંસ્કૃતિ અને અનેક ભૌગોલિક તથા શિલ્પ સ્થાપત્યની વિશેષતાઓ ધરાવતા આ પ્રદેશની વિશિષ્ટ ધરોહરને વૈશ્વિક કક્ષાએ મુકવા માટે જેટલા પ્રયત્નો થાય એટલા ઓછા છે. કારણ કે કચ્છ તો ઇતિહાસ, સંસ્કૃતિ, શિલ્પ સ્થાપત્ય ઇત્યાદિનો ખજાનો છે. ગિવ વાચા ફાઉન્ડેશન કચ્છની આ કચ્છીયતને વિશ્વસ્તરે લાવવાનો મિજાજ લઈને સક્રિય બની રહ્યું છે. આ એક ઉત્તમ ઘટના છે. આ વિચારબીજ વટવૃક્ષ બનીને મહોરી ઊઠશે ત્યારે કચ્છ અને કચ્છીયત પણ નવા રંગો પહેરીને વિશ્વના પટ પર તેજ-ઓજસથી પ્રગટી ઊઠશે. કચ્છી ભાષા એક વિશિષ્ટ ભાષા છે. દુનિયાની સર્વોત્તમ ભાષાઓ સાથે સ્પર્ધા કરી શકે એવી તાકાત કચ્છીમાં છે. એનું સાહિત્ય પણ અઢળક અને અમૂલ્ય છે. પણ વિશ્વ સામે એને મૂકવા માટેના પ્રયત્નો અને સાધનો ટાંચા પડે છે, ત્યારે કચ્છના આ મિજાજમાં પોતાનો વિશિષ્ટ મિજાજ ‘અંદાજે બયાં’ ઉમેરીને વિવિધ કાર્યક્રમો સાથે આગળ વધવા થનગની રહેલા ગિવ વાચા ફાઉન્ડેશનને શુભેચ્છાઓ આપતા હું ગૌરવની લાગણી અનુભવું છું. સૌને સાથે રાખીને આ ગિવ વાચા ફાઉન્ડેશન કચ્છ અને કરછીયતના કચ્છી મિજાજને ઉજાગર કરશે એવી શ્રદ્ધા સાથે એમને ધન્યવાદ આપું છું.

ડો.કાન્તિ ગોર ‘કારણ’
પ્રથમ કુલપતિ – ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી.
ભુજ, કચ્છ


Dr. Kanti Gor on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha


Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group


For More Information Follow Krup Music On


Audio Poetry by Dr. Krupesh