શ્રીમતી અરુણાબેન ઠક્કરનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries
કૃપેશભાઈ,
આપનો રચનાત્મક, સર્જનાત્મક, ભાવક અભિગમ આપને સતત કંઈક કરતા રહેવા પ્રેરિત કરે છે, એ આપની વર્તમાન કારકીર્દિ સાબિત કરે છે. ગીતાના જ્ઞાનને અને ગાનને સતત વહેતા રાખવા, સાહિત્યની અને સંગીતની દુનિયાને નિખારવા આપે જે-જે સાહિત્ય ગ્રુપની રચના કરી છે તે બાખૂબી પોતાની જવાબદારી સમજીને કાર્યો કરી રહ્યા છે. એવામાં આ કચ્છી મિજાજ…. કચ્છડો બારે માસ…નું ધીંગું પ્રતિક બની રહેશે. ખૂબ ખૂબ સરસ આયોજન. આ સાહિત્ય સંગીત પર્વના આ દિવસો, કચ્છી અને કચ્છીયત માટે અવિસ્મરણીય બની રહે એવી શુભેચ્છાઓ. કૃપ મ્યુઝિક, ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ સાથે મળીને કાર્યરત છે. એમાં હવે વિવિધ સંસ્થાઓ, વિશેષ વ્યક્તિઓ, જાનદાર અભિવ્યક્તિ લઈને જોડાયા છે, ત્યારે કચ્છીઓ આવા ભરપૂર કાર્યક્રમો માટે, આંખે નેજવું માંડી એને વધાવવા, એના ઓવારણાં લેવા આતુર છે…
હાર્દિક શુભેચ્છાઓ
શ્રીમતી અરુણા ઠક્કર ‘માધવી’
સાહિત્ય ગૌરવ પરસ્કારથી સમ્માનિત
ભુજ, કચ્છ

- Kutchi Mijaaj Kavyasangrah – Poetry by Shri Krishnakant Bhatiya
- Kutchi Mijaaj Kavysangrah – Poetry by Smt Aruna Thacker
- Kutchi Mijaaj Kavysangrah – Poetry by Shri Deepak Shethiya
- Appreciation Letter from Shri Madankumar Anjariya
- Appreciation Letter from Muscat Gujarati Samaj
- Appreciation Letter from Dr. Kanti Gor
- Appreciation Letter from Shri Krishnakant Bhatiya
- Appreciation Letter from Shri Gautambhai Joshi
Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group
