શ્રી મદનકુમાર અંજારિયા સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries
Appreciation Letter by Madankumar Anjariya ‘Khwab’
ગાંડા બાવળ વચ્ચે પણ એવા ડાહ્યા કચ્છી,
કે મૃગજળની વચ્ચે પણ ગંગા નાહ્યા કચ્છી
જેના માટે આપણને ગૌરવ તો છે, સાથે ગર્વ પણ છે, એવી આપણી કચ્છીયત, ભાષા–ગરિમા, તળપદી તાસીરને ખલક ખમ્મા ખમ્મા કરે છે… એવો ઇન્સાનિયતનો ઈલાકો કચ્છ, સરહદનો મુલક છે, અને અનહદનો ‘મુલક’ છે. ‘પ્રતાપવંતો’ ઇતિહાસ વિકાસમય વર્તમાન સાથે ભવ્ય ભાવીની છડી પોકારતા કચ્છડાની વંદના કરતો ઉત્સવ ‘કચ્છી મિજાજ’ આપણે સહિયારા ઉલ્લાસ સાથે ઉજવવા ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ દ્વારા કચ્છી મિજાજ નાં ઉમંગે ઓવારણા લેવાશે…કચ્છનાં સાહિત્ય, સંગીત, સંસ્કૃતિ અને સમાજને પરિણામલક્ષી નેમ સાથે ઉજવવાના આયોજન બદલ ધન્યવાદ અને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું. આ કાર્યને ‘સર્વનું પર્વ’ બનાવવા સંકળાઈએ એવી વિનંતી છે. કેમકે આ વ્યક્તિગત નહીં પણ અભિવ્યક્તિગત ઉપક્રમ છે. જય હો…
શ્રી મદનકુમાર અંજારિયા
સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સમ્માનિત
ભુજ, કચ્છ

- Appreciation Letter from Shri Krishnakant Bhatiya
- Appreciation Letter from Dr. Kanti Gor
- Appreciation Letter from Muscat Gujarati Samaj
- Appreciation Letter from Shri Gautam Joshi
Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group
