૪ વર્ષ નો ક્લબફૂટ વોરીયર બાળક વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ માં ભારત નું પ્રતિનિધિત્વ કરશે

૩ જી જૂન વર્લ્ડ ક્લબફૂટ ડે તરીકે વિશ્વબભર માં ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસે, ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ ની શરૂઆત કરવામાં આવી.

ક્લબફૂટ એ નવજાત શિશુ માં થતી પગ ની ખામી છે. આવું બાળક જન્મે ત્યારે તેના પગ અંદર ની તરફ વળેલા હોય છે. જો સમયસર આવા બાળક ની સારવાર ના કરવામાં આવે તો ખોડખાંપણ કાયમી થઈ જાય છે અને બાળક આખી જીન્દગી સરખી રીતે ચાલી નથી શકતું. પરંતુ જો યોગ્ય અને સમયસર સારવાર મળે તો બાળક સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે. ભારત માં દર ૧૦૦૦ બાળકો એ ૩ થી ૪ બાળકો આ ખામી સાથે જન્મે છે. ત્યારે સમાજ માં આ રોગ વિષે ની સમજણ ના અભાવે મોત ભાગ ના માતા પિતા સારવાર મોડી શરૂ કરે છે જેથી બાળક ને સંપૂર્ણ ઠીક થવા માં વધુ સામે લાગે છે અથવા તો થોડી ખોટ સાથે જીવન જીવવું પડે છે.

Global Clubfoot Awareness Parv Featuring Parv Thacker at Give Vacha Foundation

આવી સ્થિતિ માં ગિવ વાચા ફાઉન્ડેશન “વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટ દ્વારા આવી તકલીફ સાથે જન્મેલા બાળકો ને સચોટ અને સમયસર માર્ગદર્શન પૂરું પાડશે તેમજ તેની સારવાર માટે ના વિકલ્પો ની માહિતી આપશે. આ પ્રોજેક્ટ માં ભારત તેમજ વિશ્વ ના બીજા દેશો ના ઘણા સેવાભાવી તબીબો પણ પોતાનું યોગદાન આપવા આગળ આવી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ ના ભારત ના પ્રતિનિધિ તરીકે કચ્છ ના ૪ વર્ષ ના બાળક પર્વ ઠક્કર ની નિમણૂક કરવામાં આવી છે. અંજાર માં રહેતો પર્વ ઠક્કર ક્લબ ફૂટ ની તકલીફ સાથે જન્મેલો. તેની સમયસર નિદાન અને સારવાર થવા થી સંપૂર્ણ ઠીક તો થયો જ પણ સાથે તેના માતા પિતા દ્વારા ગાયન અને એક્ટિંગ માં તેની રુચિ ને પ્રોત્સાહન મળતા તે ૪ વર્ષ ની નાની ઉમરે ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા ના વિવિધ પ્રોજેક્ટ માટે ના ૧૫ જેટલા ગીતો માં પોતાની કળા નું દાન આપ્યું છે. તેની કળા ને બિરદાવતા હુંગામા મયુસીક એ તેને “રાઈસિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા” નું બિરુદ આપી તેના ૧૫ ગીતો નો ખાસ આલ્બમ આ પ્રસંગે વિશ્વ કક્ષા એ રજૂ કર્યો.

ત્યારે પર્વ કૃપેશ ઠક્કર ની ક્લબફૂટ વોરીયર તરીકે ની સંઘર્ષ થી યંગેસ્ટ સિંગર ઓફ એશિયા અને યંગેસ્ટ એક્ટર ઓફ ઈન્ડિયા સુધી ની સફળતા ની આ યાત્રા વધુ માં વધુ ક્લબફૂટ બાળકો ના માતા પિતા સુધી પહોંચે અને તે ક્લબ ફૂટ ની ગંભીરતા સમજી સમયસર તેમના બાળકો ને સારવાર અપાવે એવી આશા સાથે આ વૈશ્વિક ક્લબફૂટ અવેરનેસ પર્વ ની શરૂઆત કરવામાં આવી છે એમ સંસ્થા ના ટ્રસ્ટી ડૉ. શશિકાંત ઠક્કર એ જણાવ્યું. આ પ્રોજેક્ટ માં ક્લબફૂટ ની સારવાર ના નિષ્ણાંત અમદાવાદ ના ડૉ. કમલેશ દેવમુરારી, ગિવ વાચા ફાઉન્ડેશન ના કમ્યૂનિટી હેલ્થ ડાઇરેક્ટર ડૉ. પૂજા ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર તેમજ શ્રીમતી નયનાબેન ઠક્કર અને ડૉ. પ્રકૃતિ દેવમુરારી પોતાની સેવા આપશે. આ સાથે જ ગુજરાત ની જણાતી મયુસીક કંપની કૃપ મયુસીક તેમજ ઈઝી આઈ ડી કંપની એ દર વર્ષે ૫ બાળકો ના સારવાર નો ખર્ચ લેવા ની તૈયારી દર્શાવી છે.