Kutchi Mijaaj Diaries

ડૉ. રમેશ ભટ્ટ સાહેબનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

કળા અને કલ્યાણ જેવા પવિત્ર ઉદે્શોના પાયા પર
ઊભેલી ઈમારત એટલે – ગિવ વાચા ફાઉન્ડેશન.

આ સંસ્થાના પ્રેરક કાર્યક્રમોમાં પ્રત્યક્ષ રીતે સક્રિય રહેવાની તક વારંવાર મળી છે. શિક્ષિત તબીબ દંપતી ડૉ. કૃપેશ ઠક્કર તેમજ અ.સૌ.ચિ. ડૉ. પૂજાબેન ઠક્કર તથા એમનાં માતા-પિતા દૃષ્ટિ સમ્પન્ન વડીલોની દેખરેખ હેઠળ કળાક્ષેત્રે અગ્રણી સંલગ્ન કંપનીઓ દ્વારા પ્રાયોજીત કાર્યક્રમોમાં સમગ્ર માનવજાતિના વિકાસની મહેક છે. ‘કચ્છી મિજાજ’ શ્રેણીના કાર્યક્રમો કચ્છી ભાષા, સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરશે એમાં બે મત નથી. GLCC સાથે જોડાયેલા રહેવાનું ગૌરવ આ તબીબ પરિવારે મને સગૌરવ પ્રદાન કરેલ છે. યોજાઈ રહેલા ‘કચ્છી મિજાજ’ કાર્યક્રમને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યક્રમોની શૃંખલા કચ્છી ભાષા, સાહિત્ય, કળા અને સેવા માટે અવિસ્મરણીય સંભારણું બની રહે તે માટે મારા તન, મન, ધનથી સહકાર આપવાની તમન્ના ઘોષિત કરું છું. ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ ની યશોગાથા યુગોપર્યંત કળાજગતમાં જનગણમન સૂધી ગવાતી રહે એવાં અંત: કરણનાં આશિષ પાઠવું છું.

ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’
રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત
માધાપર, કચ્છ


Dr. Ramesh Bhatt on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha


Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group


For More Information Follow Krup Music On


Audio Poetry by Dr. Krupesh