Kutchi Mijaaj Diaries

શ્રી લોહાણા મહાપરિષદનો કચ્છી મિજાજ I Kutchi Mijaaj Diaries

Appreciation Letter by Shree Lohana Mahaparishad

ડો. કૃપેશ શશીકાંત ઠકકર
ટ્રસ્ટી શ્રી – ગિવ વાચા ફાઉન્ડેશન, અંજાર (કરછ)

માનનીય શ્રી કૃપેશભાઈ ઠક્કર,

કચ્છની ધરતીની ખુમારી અને મિજાજની એક આગવી ઓળખ છે. મરુભૂમિનો આ પ્રદેશ, એક સમયે પીવાના પાણી માટે વલખાં મારતો આ પ્રદેશ, પણ માનવી માત્ર ખૂબ જ પાણીવાળા. કચ્છ પાસે પોતાની આગવી બોલી છે, પણ લીપી નથી; છતાં તેનું સાહિત્ય ખૂબ જ અસરકારક છે. મેકણ દાદા, મતિયા દેવથી માંડીને દુલેરાય કારાણી અને અનેક નામી અનામી સાહિત્યકારોએ કચ્છી સાહિત્યની એક આગવી ઓળખ ઊભી કરી છે. વિદેશની ધરતી પર મેડિકલની પ્રેક્ટીસ છોડીને આપ બંને ડોકટર પતિ-પત્ની માતૃભૂમિ અને માતૃભાષાની સેવા અને સંગીતની સાધના કરવા કચ્છની ધરતી પર ધૂણી ધખાવીને બેઠા છો, તેમજ નવી પેઢીને પણ એ માર્ગે દોરી રહ્યા છો. કચ્છી સાહિત્યની વિશ્વને વ્યાપક ઓળખ થાય તે માટે આપે “કચ્છી મિજાજ”, સૌથી મોટા કચ્છી સાહિત્ય અને સંગીત પર્વનું જે આયોજન કર્યું છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપના આ પ્રયત્નો થકી નવી પેઢીને પોતાની માતૃભાષાની ગરીમાની એક આગવી ઓળખ મળશે અને વિશ્વભરમાં વસતા કચ્છી લોકો સાહિત્ય અને સંગીતના તાંતણે બંધાશે.

આપના આ સંશોધનો અને કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ.

શ્રી સતીષ વિઠલાણી
પ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ


Shree Lohana Mahaparishad on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha Foundation
Shree Lohana Mahaparishad on Kutchi Mijaaj Kutchi Literature & Music Festival Give Vacha Foundation


Click here to join the Kutchi Mijaaj WhatsApp Community Group


For More Information Follow Krup Music On


Audio Poetry by Dr. Krupesh